home share

કીર્તન મુક્તાવલી

(૧) અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

બ્રહ્મસ્થિતિ કરવા ભરતખંડમાં મોકલ્યા છે

રાત્રે નવ વાગે ઉત્તરાયણ પૂજનનો કાર્યક્રમ થયો. સ્વામીશ્રી કહે, “સત્પુરુષના સમાગમથી કાયમ બળ રહે છે. આંટા મારે, ફરે, તે ઘમાઘમ. આવો એક દિવસ ઊજવી લઈએ તો આખા વર્ષનું ભાથું. પાંચ-પંદર શિલિંગ ખોટા કરીને, રજા લઈને પણ લાભ લઈ લેવો. પ્રત્યક્ષભાવ રાખવો; પરોક્ષ ન માનવા. સત્સંગ એવો કરવો કે જીવમાં ભગવાન પધરાવાઈ જાય.”

પછી ‘અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે...’ એ પદ બોલ્યા. તે ઉપર વાત કરી:

“આમાં શું આવ્યું? બ્રહ્મ થઈને પરબ્રહ્મને જુએ ને જાણે. આપણે બ્રહ્મરૂપ થાવું છે; દેહભાવ ટાળવો. શબ્દ લાગી જાય; ‘અક્કલ નથી’ એમ કહો, તો લાગે. માટે દેહભાવ ટાળવો.

“જાગા સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું કે, ‘વરતાલ જાઉં છું, પણ તમારું અપમાન કરે તે ઠીક નહિ.’ તો જાગા સ્વામી કહે, ‘કહેશે તો દેહને કહેશે, જાતિને કહેશે, સ્વભાવને કહેશે. મારે શું?’ ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, ‘આવો ઠરાવ કર્યો હોય તો ચાલ્યા આવો.’ આપણે પણ આવો ઠરાવ કર્યો હોય તો વાંધો નહિ.

“ગામ વચ્ચે કૂવો હોય તેને ઊંડો કહે કે છીછરો, પણ પાણી ભરનારા બે દેગડા ઘમકાવીને ભરી જાય. તેમ આપણે આવું જ્ઞાન શીખી લેવું, તો આનંદના ફુવારા છૂટે. અપમાન કરે તેને ઘરેણું પહેરાવ્યું માને, ખોટું ન લાગે. બ્રહ્મની સ્થિતિ આવે ત્યારે આત્મનિષ્ઠા આવે. ખાવા-પીવાનું તો સૌને મળે છે, પણ બ્રહ્મસ્થિતિ કરવા ભરતખંડમાં મોકલ્યા છે. શાક લેવા ગયા, પૈસા દઈ દીધા, પછી બે મૂળા ખેંચ્યા તેના કાંઈ પૈસા દેવાના ન હોય. તેમ આપણે બે મૂળા ખેંચવા. તે શું? તો સત્પુરુષનો સમાગમ કરવો...”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩]

(1) Anubhavī ānandmā Govind gāve re

Sadguru Muktanand Swami

At 9pm, the program for pujan of the Uttarayan day commenced. Yogiji Maharaj said, “One’s strength remains full by associating with the Satpurush (doing his samāgam). One who wanders here and there is called ghamāgham (does not gain anything). If we celebrate one day like this, then it becomes useful for the whole year. Even if we lose 5 or 15 shillings, one should take off from work and take advantage of this association. One should maintain the feeling that God is present, never absent. One should practice satsang in such a way that God is installed in one’s heart.”

Then, Swamishri sang ‘Anubhavi ānandmā Govind gāve re...’ and spoke:

“What was mentioned here? One who becomes brahma(rup) sees Parabrahma and knows him. We have to become brahmarup and eradicate the sense that one is the body. We are easily offended by words: ‘He has no sense.’ If someone said that to us, we would be affected. Therefore, eradicate the sense that one is the body.

“Gunatitanand Swami told Jaga Swami, ‘I am going to Vartal, but it is not proper for them to insult you (if you come with me).’ Jaga Swami replied, ‘If they insult me, they will insult my body, my kind, my swabhāvs. What’s it to me? (What does it matter to my ātmā?)’ Gunatitanand Swami said, ‘If you are prepared like this, then come with me.’ We have to prepare ourselves like this.

“If there is a well in the middle of the village, it does not matter if it is deep or shallow. People will come and fill their pots. Similarly, we should learn this gnān, then fountains of joy would flow in one’s heart. If one is insulted, then one feels they were adorned with gold and would not feel hurt. When one attains the state of brahma, then one develops ātma-nishthā. Everyone has food and water; but you have been sent to achieve the state of brahma. If one is sent to buy vegetables and one pays, then if one pulls two radishes, one does not need to pay for them. Similarly, we should pull two radishes. What is that? Do the samāgam of the Satpurush.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 3]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase